29/06/2021
આચાર્ય સંકલન બેઠક
આજરોજ અઘાર ક્લસ્ટર અને અઘાર પે.સેન્ટર ના સંયુકત ઉપક્રમે અઘાર કુમાર શાળામાં આચાર્ય સંકલન બેઠક માનનીય તાલુકા પ્રા. શિ. અધિકારી શ્રી એમ.બી. મકવાણા સાહેબ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ. મુખ્ય મહેમાન તરીકે બીટ. કે.ની.શ્રી એ.કે. મોદી સાહેબ પણ હાજર રહ્યા. અધિકારી શ્રીઓનું પુષ્પ ગુચ્છ, પુસ્તક અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. માનનીય TPEO સાહેબ દ્વારા તમામ આચાર્યશ્રી ઓને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું તથા હાલમાં ચાલી રહેલાં પ્રકલ્પો વિશે સુંદર સમજ આપવામાં આવી. અલ્કેશ ભાઈ મોદી સાહેબ દ્વારા પણ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું. અઘાર સી.આર.સી.કો દ્વારા શૈક્ષણિક તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. આભારવિધિ બચુજી દ્વારા કરવામાં આવી. કાર્યક્રમનું સફળ સંચાલન કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું. સુંદર આયોજન બદલ TPEO શ્રીએ પે.સેન્ટર આચાર્ય બચૂજી અને તેમની ટીમને અભિનંદન આપ્યા હતા. ઉપરાંત ઈનોવેશન ફેસ્ટીવલ, ટોય ફેર, શબ્દ ભંડોળ સર્વે, હોમ લનિંગ અંતર્ગત DIET કક્ષાએ પ્રેઝન્ટેશન, ગણિત વિજ્ઞાન પ્રદર્શન વગેરે માં અઘાર ક્લસ્ટર દ્વારા થયેલ પ્રયત્નો અને જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ બદલ અઘાર સી.આર.સી. નિલેશભાઇ ને અભિનંદન આપ્યા હતા. CLICK TO VIEW
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️✍️
No comments:
Post a Comment